વિદ્યા ભારતી પૂર્વ કચ્છ પર્યાવરણ વિભાગ દ્વારા પ્રાંતની તમામ વિદ્યાલય માટે " ગ્રીન વિદ્યાલય" પ્રકલ્પ
વિદ્યા ભારતી પૂર્વ કચ્છ પર્યાવરણ વિભાગ દ્વારા પ્રાંતની તમામ વિદ્યાલય માટે " ગ્રીન વિદ્યાલય" પ્રકલ્પ વિદ્યાભારતી સંલગ્ન ગુજરાત પ્રાંતની વિદ્યાલયને વાવેતર માટે ઉત્કૃષ્ટ પ્રકારના બીજ મળે અને સારી ગુણવત્તાવાળા ઝાડ, છોડ નુ વાવેતર થાય તે શુભ હેતુથી પ્રકલ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. ગુણવત્તા વાળા ઝાડ, છોડમાથી બીજનુ કલેક્શન કરેલુ છે. વિદ્યાલયને બીજ મોકલ્યા પછી તેમનુ કઈ રીતે વાવેતર કરવુ તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. અમારી બીજ બેંકમા હાજર બીજની યાદી: કાળા ચોખા હિમાલયન મીઠો લીમડો દેશી લાલ ગાજર દેશી ભીંડી દેશી ગલકા મીઠો સરગવો લાલ શાગ (ભાજી) ગોળ તુંબડી ગુલાબી પાપડી સિંગ (શાક) ગુંદા સફેદ કોળુ દેશી મરચી ૧ કિલો વજનના સીતાફળના બીજ સિંદુરી કેરી રાયણ જાંબુ બોર ફાલસા રેગ્યુલર સીતાફળ બીજ કેસર કેરી તરબૂચ ખારેક પપૈયા ચિકુ શકરટેટી મીઠી ગુંદી પીલુ 1.5 ફૂટ સાઈઝના ફુલનુ સફેદ સૂર્યમુખી 1.5 ફૂટ સાઈઝના ફુલનુ બ્લેક સૂર્યમુખી કૃષ્ણ કમળ શિમળો દેશી ગુલાબ ગલગોટા લાલ જાસુદ બ્લુ અપરાજીતા ગુલમહોર કેસુડા કાંગ કોદરી (મિલેટ) દેશી બાજરી (મિલેટ) કડવો સરગવો દેશી કાલાનુ રેશમી રૂ...