વિદ્યા ભારતી પૂર્વ કચ્છ પર્યાવરણ વિભાગ દ્વારા પ્રાંતની તમામ વિદ્યાલય માટે " ગ્રીન વિદ્યાલય" પ્રકલ્પ

વિદ્યા ભારતી પૂર્વ કચ્છ પર્યાવરણ વિભાગ દ્વારા પ્રાંતની તમામ વિદ્યાલય માટે " ગ્રીન વિદ્યાલય" પ્રકલ્પ

વિદ્યાભારતી સંલગ્ન ગુજરાત પ્રાંતની વિદ્યાલયને વાવેતર માટે ઉત્કૃષ્ટ પ્રકારના બીજ મળે અને સારી ગુણવત્તાવાળા ઝાડ, છોડ નુ વાવેતર થાય તે શુભ હેતુથી પ્રકલ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.

ગુણવત્તા વાળા ઝાડ, છોડમાથી બીજનુ કલેક્શન કરેલુ છે. વિદ્યાલયને બીજ મોકલ્યા પછી તેમનુ કઈ રીતે વાવેતર કરવુ તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

અમારી બીજ બેંકમા હાજર બીજની યાદી:

કાળા ચોખા
હિમાલયન મીઠો લીમડો
દેશી લાલ ગાજર 
દેશી ભીંડી
દેશી ગલકા
મીઠો સરગવો
લાલ શાગ (ભાજી)
ગોળ તુંબડી
ગુલાબી પાપડી સિંગ (શાક)
ગુંદા
સફેદ કોળુ
દેશી મરચી


૧ કિલો વજનના સીતાફળના બીજ
સિંદુરી કેરી
રાયણ
જાંબુ 
બોર
ફાલસા
રેગ્યુલર સીતાફળ બીજ
કેસર કેરી 
તરબૂચ 
ખારેક 
પપૈયા 
ચિકુ
શકરટેટી
મીઠી ગુંદી
પીલુ


1.5 ફૂટ સાઈઝના ફુલનુ સફેદ સૂર્યમુખી
1.5 ફૂટ સાઈઝના ફુલનુ બ્લેક સૂર્યમુખી
કૃષ્ણ કમળ
શિમળો
દેશી ગુલાબ 
ગલગોટા
લાલ જાસુદ
બ્લુ અપરાજીતા
ગુલમહોર
કેસુડા


કાંગ કોદરી (મિલેટ)
દેશી બાજરી (મિલેટ)


કડવો સરગવો
દેશી કાલાનુ રેશમી રૂ 
જીજવણી (કયી )બાવળ
કાળી ચણોઠી
શિવલિંગી
અરીઠા 
પનીર ફુલ 
જીવંતી ડોડી 
બીલીપત્ર 
અશ્વગંધા
ખીજડો 
તકમરીયા 
અગથિયો
દેશી મહેંદી 
ગીલોય બીજ
ગીલોય ડાંડી
ગરમાળો 
વિકળો 
રતનજ્યોત 
પીળી આવડ
સફેદ ચંદન 
રક્ત ચંદન
નેવલી 
સિંદુરી 
ખરખોડી 
સાગ 
પુત્રજીવક 
કાચનાર 
રતાજંલિ
50 થી 60 વર્ષ જુના દેશી લીમડાના બીજ 
રામ તુલસી 
શ્યામ તુલસી 
હરડે 
સફેદ વેલ 
ખાટી ભીંડી 
સફેદ અગસ્ત
શતાવરી 
કરીયાતુ
કરંજ 
નિરંજન ફળ 
મહુડો 
કુવાડીયો દેશી
માળ 
અસેડીયો
કુલથી 
કાળીજીરી 

અમૃત ઔષધ પ્લાન્ટેશન કીટ:
૫ દાંડી ગિલોય, ૧૧ તુલસીના બીજ, ૧૧ બીજ ૫૦ થી ૬૦ વર્ષ જુના દેશી લીમડાના બીજ

કીટ શુલ્ક ૩૦/- + ૪૨/- પોસ્ટ ચાર્જ

વિદ્યાલય માટે મેગા પ્લાન્ટેશન અમૃત ઔષધ પ્લાન્ટેશન કીટ:
૫૦ દાંડી- ગિલોય
૨૦૦ બીજ- તુલસીના બીજ
૨૦૦ બીજ- ૫૦ થી ૬૦ વર્ષ જુના દેશી લીમડાના બીજ

કીટ શુલ્ક ૧૦૦/- + ૮૦/- પોસ્ટ ચાર્જ

કીટ સિવાય ૧ બીજનુ શુલ્ક ૨ રૂપિયા રાખવામાં આવ્યું છે. અને ૪૨ રૂપિયા પોસ્ટ ચાર્જ ચૂકવવાનો રહેશે. પાર્સલ ભારતીય પોસ્ટ દ્વારા પાર્સલ કરવામાં આવશે. ભારતીય પોસ્ટ નો પાર્સલ ચાર્જ ૪૨ રૂપિયા છે.

બીજી વેચાણથી જે રકમનુ કલેક્શન થશે તે વિદ્યાલયમાં પર્યાવરણ વિકાસ માટે વાપરવામાં આવશે.

બીજ મગાવવા માટે whatsapp નંબર 9726792900 પર બીજનું નામ, બીજની સંખ્યા, પાકુ એડ્રેસ, પીનકોડ નંબર અને મોબાઈલ નંબર અવશ્ય લખવું.

શુલ્ક ગુગલ પે નંબર 9726792900 માં ચૂકવવાનો રહેશે.

ઉમેશ સોન્ડાગર
(યોગ શિક્ષક, ગિલોય પ્રચારક)
પ્રમુખ 
પર્યાવરણ વિભાગ 
વિદ્યા ભારતી 
પૂર્વ કચ્છ. 
ગુજરાત
M - 9726792900
               અમૃત ઔષધ પ્લાન્ટેશન કીટ
 વિદ્યાલય માટે મેગા પ્લાન્ટેશન અમૃત ઔષધ    પ્લાન્ટેશન કીટ

Comments

Popular posts from this blog

उत्तरायण मनाएँ, लेकिन जिम्मेदारी के साथ 🌞🪁

हर घर छोटा चिड़ियाघर प्रकल्प

विद्या भारती पर्यावरण विभाग, पूर्व कच्छ - गुजरात प्रांत का नोटबुक बचत जागृति अभियान।