દિવ્યભાસ્કર વૃક્ષ જીવન પ્રકલ્પ


 વિદ્યા ભારતી -પર્યાવરણ વિભાગ પૂર્વ કચ્છ, ગુજરાત પ્રાંત દ્વારા આહવાન કરવામાં આવે છે કે તારીખ ૧૮.૦૭.૨૦૨૫ શુક્રવારના દિવ્ય ભાસ્કરમાં પ્લાન્ટેશન માટે એક બીજ પેજ આપવામાં આવ્યું છે. આ પેજના પટ્ટા નું કટીંગ કરી, તેના નાના ટુકડા કરી જમીનમાં કે કુંડામાં વાવેતર કરીએ.

દરેક વિદ્યાલયના પ્રધાનચાર્ય, આચાર્યોને વિનંતી કે આ શુભ પર્વને રાષ્ટ્ર વિકાસ ઉત્સવ તરીકે ઉજવીએ. દિવ્ય ભાસ્કર બીજ પેજ કટીંગનું વાવેતર તથા વિદ્યાલયોમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ કરી ગુરુઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુરુદક્ષિણાનો નવો વિચાર આપવામાં આવે.

દરેક વાલીઓને વિનંતી કે દિવ્ય ભાસ્કરનું બીજ પેજ ના ટુકડા કરી પોતાના ઘરે કુંડામાં વાવેતર કરે, અથવા પોતાના બાળકો દ્વારા વાવેતર કરાવે.

દિવ્ય ભાસ્કરના રાષ્ટ્ર વિકાસના આ કાર્યની વિદ્યા ભારતી, ગુજરાત પ્રાંત પ્રશંસા કરે છે. આપના આ પ્રયત્નના અમલીકરણ માટે વિદ્યાભારતી ગુજરાત પ્રાંત કટિબદ્ધ છે.

દરેક વિદ્યાલયને વિનંતી કે આજના પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિના ફોટા વિદ્યાલયના નામ, સ્થાન સાથે whatsapp નંબર 9726792900 મોકલે.

ઉમેશ સોન્ડાગર 
વિદ્યા ભારતી -પર્યાવરણ વિભાગ પૂર્વ કચ્છ
9726792900

Comments

Popular posts from this blog

उत्तरायण मनाएँ, लेकिन जिम्मेदारी के साथ 🌞🪁

हर घर छोटा चिड़ियाघर प्रकल्प

विद्या भारती पर्यावरण विभाग, पूर्व कच्छ - गुजरात प्रांत का नोटबुक बचत जागृति अभियान।