શ્રીસરસ્વતી વિદ્યામંદિર આદિપુર, કચ્છ માં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ, સરસ્વતી પૂજન નો કાર્યક્રમ
વિદ્યા ભારતીય સંચાલિત શ્રીસરસ્વતી વિદ્યામંદિર આદિપુર, કચ્છમાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ, વસંત પંચમી ના શુભ પર્વ પર સરસ્વતી પૂજનનો કાર્યક્રમ ઉત્સાહભર થયો.
મુખ્ય મહેમાન, ટ્રસ્ટી શ્રી અને વ્યવસ્થાપક કમિટી દ્વારા દ્વારા ધ્વજ વંદન અને રમતવીરોને મેડલ એનાયત કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ દ્વારા દેશપ્રેમના ગીત અને દેશના શહીદોની કથા સંભળાવવામાં આવી.
મુખ્ય મહેમાન, વિદ્યાર્થીઓ અને આચાર્યોને ઔષધી પ્લાન્ટેશન માટે ગીલોયની દાંડી આપવામાં આવી.
મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી દિવ્યાબા જાડેજા અગ્રણી સામાજિક કાર્યકર્તા, ટ્રસ્ટી શ્રી રાજુભાઈ શાહ, શ્રીજખાભાઈ આહીર, શ્રીમુકેશભાઈ લખવાણી, શ્રીનૈલેશભાઈ શાહ, પૂર્વ કચ્છ વિભાગ પર્યાવરણ પ્રમુખ શ્રીઉમેશભાઈ સોન્ડાગર,નિયામક શ્રી ભગવાનજીભાઈ ચૌધરી, પ્રધાન આચાર્ય શ્રીમતી પૂજાબેન ગોસ્વામી, શ્રીશામજીભાઈ સંજોટ, શ્રીમતી લક્ષ્મીબેન બકુત્રા,શ્રી કરમણભાઇ આહીર, આચાર્યો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.
કચ્છ નજર ૨૬.૦૧.૨૦૨૩

















Comments