આજનો ગુરુપૂર્ણિમાનો ઉત્સવ માત્ર પૂજા અને વિદ્યાલય પૂરતો સીમિત ન રાખી રાષ્ટ્ર વિકાસ ઉત્સવ તરીકે ઉજવીએ

આજનો ગુરુપૂર્ણિમાનો ઉત્સવ માત્ર પૂજા અને વિદ્યાલય પૂરતો સીમિત ન રાખી રાષ્ટ્ર વિકાસ ઉત્સવ તરીકે ઉજવીએ. 

વિદ્યા ભારતી પ્રાંત ઉપાધ્યક્ષ શ્રીકેશુભાઈ મોરસાણીયાની દુરંદેશી અને પ્રગતિશીલ વિચારધારાના અમલીકરણ માટે વિદ્યા ભારતી -પર્યાવરણ વિભાગ પૂર્વ કચ્છ, ગુજરાત પ્રાંત દ્વારા આહવાન કરવામાં આવે છે કે તારીખ ૦૧.૦૭.૨૦૨૩ શનિવારના દિવ્ય ભાસ્કરમાં પ્લાન્ટેશન માટે એક બીજ પેજ આપવામાં આવ્યું છે. આ પેજના પટ્ટા નું કટીંગ કરી, તેના નાના ટુકડા કરી જમીનમાં કે કુંડામાં વાવેતર કરીએ.

દરેક વિદ્યાલયના પ્રધાનચાર્ય, આચાર્યોને વિનંતી કે ગુરુપૂર્ણિમાના શુભ પર્વને રાષ્ટ્ર વિકાસ ઉત્સવ તરીકે ઉજવીએ. બિપરજોય વાવાઝોડાએ પર્યાવરણને જે નુકસાન કર્યું છે તેની ભરપાઈના ભાગરૂપે ગુરુપૂર્ણિમાના શુભ દિવસે દિવ્ય ભાસ્કર બીજ પેજ કટીંગનું વાવેતર તથા વિદ્યાલયોમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ કરી ગુરુઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુરુદક્ષિણાનો નવો વિચાર આપવામાં આવે.

દરેક વાલીઓને વિનંતી કે દિવ્ય ભાસ્કરનું બીજ પેજ ના ટુકડા કરી પોતાના ઘરે કુંડામાં વાવેતર કરે, અથવા પોતાના બાળકો દ્વારા વાવેતર કરાવે.

દિવ્ય ભાસ્કરના રાષ્ટ્ર વિકાસના આ કાર્યની વિદ્યા ભારતી, ગુજરાત પ્રાંત પ્રશંસા કરે છે. આપના આ પ્રયત્નના અમલીકરણ માટે વિદ્યાભારતી ગુજરાત પ્રાંત કટિબદ્ધ છે.

દરેક વિદ્યાલયને વિનંતી કે આજના પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિના ફોટા વિદ્યાલયના નામ, સ્થાન સાથે whatsapp નંબર 9726792900 મોકલે.

શ્રી કેશુભાઈ મોરસાણિયા
પ્રાંત ઉપાધ્યક્ષ,
વિદ્યા ભારતી - ગુજરાત પ્રાંત

શ્રી જયેશભાઈ દવે
પ્રમુખ,
વિદ્યા ભારતી
પર્યાવરણ વિભાગ - ગુજરાત પ્રાંત

ઉમેશ સોંન્ડાગર
પ્રમુખ,
વિદ્યા ભારતી
પર્યાવરણ વિભાગ - પૂર્વ કચ્છ વિભાગ

Comments

Popular posts from this blog

उत्तरायण मनाएँ, लेकिन जिम्मेदारी के साथ 🌞🪁

हर घर छोटा चिड़ियाघर प्रकल्प

विद्या भारती पर्यावरण विभाग, पूर्व कच्छ - गुजरात प्रांत का नोटबुक बचत जागृति अभियान।